ગુજરાતના જાણીતા ભજનીક હેમંત ચૌહાણની રાજકોટ પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે. સ્ટુડીયો સંચાલકને ધમકી આપવા મામલે

રાજકોટ, તા.૩/૯/૨૦૨૦ ના રોજ રાજકોટ શહેરના શિવ સ્ટુડિયોના માલિકના પુત્ર ભાવિન ખખ્ખરને ટાટિયા ભાંગી નાખવાની ધમકી આપતી એક કથિત ઓડિયો ક્લિપ વાયરલ થઈ હતી. ઓડિયો ક્લિપ વાયરલ થયા પછી રાજકોટ પોલીસ કમિશનર સમક્ષ આ બાબતે અરજી થઇ હતી. રાજકોટના એ.ડિવિઝન પોલીસ મથકમાં ટ્રાન્સફર કરવામાં આવી હતી. ગાયક હેમંત ચૌહાણ વિરુદ્ધ રાજકોટની એ.ડિવિઝન પોલીસ દ્વારા ૨ દિવસ પહેલા અટકાયતી પગલાં લેવામાં આવ્યા છે. અટકાયત બાદ હેમંત ચૌહાણને મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. અને ત્યારબાદ હેમંત ચૌહાણને જામીન પર છોડવામાં આવ્યા હતા. આ બાબતે શિવ સ્ટુડિયોના મલિકના પુત્ર ભાવિન ખખ્ખરનું કહેવું … Continue reading ગુજરાતના જાણીતા ભજનીક હેમંત ચૌહાણની રાજકોટ પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે. સ્ટુડીયો સંચાલકને ધમકી આપવા મામલે